Video: માતાના સ્વાસ્થ્ય માટે 236 દિવસની દોડ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં માતા પ્રત્યેના પ્રેમ અને અતૂટ શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. બિહારના એક યુવાને માતાના સારા સ્વાસ્થ્ય માટે આઠ જ્યોતિર્લિંગની યાત્રા દોડીને પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પને સાકાર કરવા યુવાને સતત 236 દિવસ સુધી દોડીને દેશના આઠ જ્યોતિર્લિંગની યાત્રા કરી હતી. પોતાની આ યાત્રા દરમિયાન તે ઉજ્જૈનના પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરે પણ પહોંચ્યો હતો. માતાના સ્વાસ્થ્ય માટે યુવાને કરેલી આ અનોખી યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
જાહેરાત






