મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળમાં નિપાહ વાયરસથી 14 વર્ષના કિશોરે ગુમાવ્યો જીવ, હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર

કેરળમાં ફરી એક વખત નિપાહ વાયરસનો ખતરો જોવા મળ્યો છે. રાજ્યના મલપ્પુરમમાં 14 વર્ષના એક કિશોરનું નિપાહ વાયરસથી મો

કેરળમાં નિપાહ વાયરસથી 14 વર્ષના કિશોરે ગુમાવ્યો જીવ, હાઇલેવલ મીટિંગ બાદ એલર્ટ જાહેર

કેરળમાં ફરી એક વખત નિપાહ વાયરસનો ખતરો જોવા મળ્યો છે. રાજ્યના મલપ્પુરમમાં 14 વર્ષના એક કિશોરનું નિપાહ વાયરસથી મોત થયું છે. પાંડિક્કડના રહેવાસી કિશોરને હાર્ટ એટેક આવ્યો હતો. NIV પૂણે તરફથી નિપાહ વાયરસ સંક્રમણની પૃષ્ટી કરવામાં આવી છે.

રાજ્યમાં આ વર્ષે નિપાહ વાયરસથી પ્રથમ મોત બાદ સરકાર એલર્ટ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે મોત બાદ રાજ્ય સરકારને આ સંક્રમણ ફેલાતા રોકવા માટે જરૂરી ઉપાય કરવાની વાત કરી છે. આ સાથે જ ઘટનાની તપાસ, મહામારી વિજ્ઞાન સંબંધોની ઓળખ અને ટેકનિકલ સહાયતાની સાથે રાજ્યની સહાયતા માટે એક જોઇન્ટ આઉટબ્રેક કેન્દ્રીય ટીમ તૈનાત કરવામાં આવશે.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં નિપાહ વાયરસની સારવાર કરાવતા કિશોરનું મોત થયું છે.કેરળમાં સપ્ટેમ્બર 2023 બાદ આ સંક્રમણનો કેસ ફરી જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે કિશોર 12 મેએ પ્રાઇવેટ ક્લીનિકમાં સારવાર કરાવવા પહોંચ્યો હતો. 15 મેએ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને પેરિથસલમન્નાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. અહીં પણ સ્વસ્થ ના થતા કિશોરને કોઝિકોડની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

કિશોરના મોત બાદ કેરળ સરકારે સાવચેતીના ભાગરૂપે ઉપાય શરૂ કરી દીધા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉચ્ચ જોખમ ધરાવતા સંપર્કને આઇસોલેટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ગત વખતે ઓસ્ટ્રેલિયાથી મોનાક્લોનલ એન્ટીબોડી ખરીદવામાં આવી હતી, જેને પૂણે NIVમાં રાખવામાં આવી હતી, તે કેરળ પહોંચી જશે. આ સિવાય સ્વાસ્થ્ય વિભાગે મંજેરી મેડિકલ કોલેજમાં 30 આઇસોલેશન વોર્ડ અને છ બેડ ધરાવતું આઇસીયુ બનાવવામાં આવ્યું છે. મલપ્પુરમમાં એક કોલ સેન્ટર અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો