મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢ: સુરક્ષા દળોએ અથડામણમાં 30 નક્સલીઓને માર્યા ઠાર , AK-47 સહિતના હથિયારો મળ્યા

છત્તીસગઢમાં ફરી એકવાર પોલીસે નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અ

છત્તીસગઢ: સુરક્ષા દળોએ અથડામણમાં 30 નક્સલીઓને માર્યા ઠાર , AK-47 સહિતના હથિયારો મળ્યા

છત્તીસગઢમાં ફરી એકવાર પોલીસે નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અત્યાર સુધી આ એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે પુષ્ટિ કરી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરક્ષાદળોને લગભગ એક વાગ્યાની આસપાસ નક્સલોની જાણકારી મળતાની સાથે ઘટના સ્થળે પહોંચ્યાં હતા, ત્યારે નક્સલોએ ગોળીબાર કરવાનું શરુ કર્યું હતું. જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. નક્સલો સાથે અથડામણમાં સુરક્ષાદળોના જવાનો સુરક્ષિત હોવાની જાણકારી અધિકારી દ્વારા આપવામાં આવી છે.  

એન્કાઉન્ટરમાં અત્યાર સુધી જવાનોએ 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી AK 47, SLR અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. 

આ સમાચાર શેર કરો