છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અત્યાર સુધી 13 નક્સલી ઠાર; સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં અત્યાર સુધી 13 નક્સલીઓને ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં અત્યાર સુધી 13 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે.
આ અથડામણ મંગળવાર સવારે 6 વાગ્યે શરૂ થઇ હતી જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટીમ લેન્ડા ગામના જંગલમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી હતી. નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ આઠ કલાક કરતા વધુ સમય સુધી ચાલી હતી.
છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારમાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી જેમાં એક નક્સલી ઠાર મરાયો હતો. સુરક્ષાદળોને ઘટનાસ્થળેથી હથિયાર પણ મળ્યા હતા.
બસ્તરમાં 19 એપ્રિલે મતદાન થશે
મહત્ત્વપૂર્ણ છે કે બસ્તર લોકસભા બેઠક પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જિલ્લા તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર છે. સુરક્ષાદળો દ્વારા ચૂંટણી શાંતિપૂર્વક કરાવવા માટે નક્સલીઓ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શું છે ઘટના?
સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ 2 એપ્રિલે ગંગાલૂર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલમાં થઇ હતી. અથડામણમાં કેટલાક નક્સલી પણ ઘાયલ થયા છે. સુરક્ષાદળો દ્વારા તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને વિસ્તારને ચારે તરફ ઘેરી લેવામાં આવ્યો છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી ઇંસાસ LMG જેવા ઓટોમેટિક હથિયાર પણ મળ્યા છે.
નક્સલીઓ વિરૂદ્ધ અથડામણમાં DRG,CRPF, કોબરા બટાલિયન અને બસ્તર બટાલિયનના જવાન સામેલ છે.
કેટલાક નક્સલી ભાગી ગયા
સુરક્ષાદળોની કાર્યવાહીથી ડરેલા નક્સલી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. વિસ્તારમાં તપાસ અભિયાન ચાલુ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સાથે આ વર્ષે અત્યાર સુધી બીજાપુર જિલ્લા સહિત બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથે અલગ અલગ અથડામણમાં 37 નક્સલી માર્યા ગયા છે. સુકમા જિલ્લા બસ્તર લોકસભા વિસ્તારમાં છે જ્યા 19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.




