મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિધાનસભા/ પેટા ચૂંટણીમાં INDIA ગઠબંધનની મોટી જીત, બદ્રિનાથમાં ભાજપ હાર્યું

સાત રાજ્યની વિધાનસભાની 13 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં INDIA ગઠબંધને બાજી મારી છે.

વિધાનસભા/ પેટા ચૂંટણીમાં INDIA ગઠબંધનની મોટી જીત, બદ્રિનાથમાં ભાજપ હાર્યું

સાત રાજ્યની વિધાનસભાની 13 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં INDIA ગઠબંધને બાજી મારી છે. હિમાચલ પ્રદેશની 3માંથી 2 બેઠક પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે જ્યારે ભાજપ હમીરપુર બેઠક જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચારમાંથી ત્રણ બેઠક TMC જીત્યું છે જ્યારે એક બેઠક પર આગળ ચાલી રહી છે.   13માંથી 10 બેઠક પર INDIA ગઠબંધનના ઉમેદવારોએ જીત મેળવી છે જ્યારે બે બેઠક ભાજપના ફાળે ગઇ છે જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેદવાર જીત્યા છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ 2 બેઠક પર જીત્યું

હિમાચલ પ્રદેશની દેહરા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહના પત્ની કમલેશ ઠાકુરે જીત મેળવી છે. કમલેશ ઠાકુરે ભાજપના હોશિયાર સિંહને હરાવ્યા છે. હિમાચલની હમીરપુર બેઠક પર ભાજપે કબ્જો કર્યો છે. હિમાચલની 3 બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.

પશ્ચિમ બંગાળની ત્રણેય બેઠક પર TMC જીત્યું

પશ્ચિમ બંગાળની ચાર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં TMCને ત્રણ બેઠક પર જીત મળી છે જ્યારે એક પર પાર્ટી આગળ ચાલી રહી છે. TMCના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીને રાયગંજ બેઠક પર 49536 મતથી જીત મળી છે. રાનાઘાટ દક્ષિણ બેઠક પર મુકુટ મણિ અધિકારી 38616 મતથી જીત્યા છે. બાગદામાં પણ TMCના ઉમેદવાર મધુપરણા ઠાકુરને જીત મળી છે. TMC માનિકતલા બેઠક પર આગળ ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં કમલનાથના ગઢમાં ભાજપ જીત્યું

મધ્ય પ્રદેશની અમરવાડા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપે કમલનાથના ગઢમાં જીત મેળવી છે.ભાજપના ધારાસભ્ય કમલેશ શાહે કોંગ્રેસના ધીરેન શાહને હરાવ્યા છે.

બદ્રિનાથમાં કોંગ્રેસના ઉમેદવારની જીત

ઉત્તરાખંડ બદ્રીનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલાએ જીત મેળવી છે.

બિહારના રૂપૌલીમાં અપક્ષ ઉમેદવાર જીત્યા

બિહારના રૂપૌલી વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર શંકર સિંહ જીત્યા છે. શંકર સિંહે JDUના કલાધર મંડલને 8 હજાર કરતા પણ વધારે મતથી હરાવ્યા હતા.

આ સમાચાર શેર કરો