મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

KCRના જમાઈ સામે 1200 ફોન ટેપિંગનો આરોપ, રેડ કોર્નર નોટિસ જારી કરવા કોંગ્રેસની માંગ

તેલંગાણામાં ફોન ટેપિંગનો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મામલો ગરમાયો છે. કોંગ્રેસના નેતા અને રાજ્ય સરકારન

KCRના જમાઈ સામે 1200 ફોન ટેપિંગનો આરોપ, રેડ કોર્નર નોટિસ જારી કરવા કોંગ્રેસની માંગ

તેલંગાણામાં ફોન ટેપિંગનો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મામલો ગરમાયો છે. કોંગ્રેસના નેતા અને રાજ્ય સરકારના મંત્રી કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના જમાઈ હરીશ રાવ અમેરિકા ભાગી ગયા છે. સરકારે સીબીઆઈ પાસે માંગ કરી છે કે હરીશ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે. ફોન ટેપિંગના આરોપો પછી KCRના જમાઈ હરીશ રાવ અમેરિકા ભાગી ગયા હોવાનું કહેવાય છે.

રેડ્ડીએ કહ્યું, "આ વાતની સાબિતી છે કે, પૂર્વ સીએમ કેસીઆરના જમાઈ હરીશ રાવને અમેરિકા મોકલી દેવામાં આવ્યા છે. ફોન ટેપિંગનો માસ્ટરમાઈન્ડ ભૂતપૂર્વ એસઆઈજી ડીજી પ્રભાકર રાવ છે. વિધાનસભાના પરિણામો બાદ તે અમેરિકા ભાગી ગયો હતો. પ્રભાકરની સૂચના પર તેણે 1200 જેટલા ફોન ટેપિંગ કર્યા છે. જેમાં ઉદ્યોગપતિઓ અને ન્યાયાધીશોના ફોન પણ સામેલ છે. તેમણે કહ્યું, "અમે હરીશ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની મંજૂરી માટે સીબીઆઈને પત્ર લખ્યો છે."
 
ફોન ટેપિંગનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પૂર્વ ડીસીપી પી રાધાકૃષ્ણ રાવે આરોપ લગાવ્યો કે, મીડિયા જગતના મોટા લોકો, નિવૃત્ત પોલીસકર્મીઓ અને રાજકારણીઓના ફોન પર નજર રાખવામાં આવી રહી છે. કે. ચંદ્રશેખર રાવના રાજકીય પ્રતિસ્પર્ધીઓ પર નજર રાખવા માટે આવું કરાયું હોવાનું કહેવાય છે. રાવે દાવો કર્યો હતો કે 2023ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, તેલંગાણામાં સત્તાવાળાઓએ કથિત રીતે ઘણા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને ટોલીવુડની હસ્તીઓની વાતચીત ઈન્ટરસેપ્ટ કરી હતી.

ભાજપે કેસીઆરની ધરપકડની માંગ કરી હતી

ફોન ટેપિંગના આરોપો સામે આવ્યા બાદ બીજેપી સાંસદ બંડી સંજયે માંગ કરી છે કે, તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તેમણે કહ્યું, "બીઆરએસ શાસનમાં કરવામાં આવેલ ફોન ટેપિંગ ઈમરજન્સી કરતા પણ ખરાબ છે. તે બંધારણીય અને માનવાધિકારના નિયમોનું ઉલ્લંઘન છે. ભાજપના નેતાઓ અને અમારા સમર્થકોના ટેપિંગથી કેસીઆરનો ભાજપ પ્રત્યેનો ડર હવે ખુલીને સામે આવ્યો છે.

બંડી સંજયે કહ્યું કે, પોલીસ પૂછપરછ દરમિયાન રાધા કિશન રાવની કબૂલાત એ પણ સ્પષ્ટ કરે છે કે, ફોન ટેપિંગ કેસમાં ભૂતપૂર્વ સીએમ કેસીઆર સામેલ હતા. આ મારા અગાઉના નિવેદનની પણ પુષ્ટિ કરે છે.

આ સમાચાર શેર કરો