Video: કર્ણાટકમાં ફાઇનલ મતદાર યાદીમાંથી 1.08 કરોડ નામ ગાયબ

કર્ણાટકમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યના આશરે 1.08 કરોડ મતદારોના નામ ફાઈનલ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે કુલ મતદારોના લગભગ 19.48 ટકા જેટલા થાય છે. એન્યુમરેશન ફોર્મ જમા ન થવા તેમજ વેરિફિકેશન પ્રક્રિયાને પગલે આ નામો કમી કરાયા છે. ચૂંટણી પંચની સઘન તપાસ અને સુનાવણી બાદ 61 હજાર 867 લોકોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે, જ્યારે કુલ 4.46 કરોડ પાત્ર મતદારોને આખરી યાદીમાં સ્થાન મળ્યું છે. કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનર અંબુ કુમારે મતદાર યાદી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 16 જૂન 2026 સુધીમાં ઇલેક્ટોરલ રોલમાં નોંધાયેલા આશરે 5.54 કરોડ મતદારોમાંથી અંદાજે 1.08 કરોડ ડ્રાફ્ટ રોલમાં નહોતા. જેમાં લગભગ 18 લાખ મૃત્યુ પામેલા અને આશરે 7 લાખ ડુપ્લિકેટ મતદારો હતા. આમ, લગભગ 25 લાખ મતદારો કાં તો મૃત હતા અથવા ડુપ્લિકેટ હતા.







