અનંત સિંહની પુત્રીના ભવ્ય લગ્નમાં 10 કિમી સુધી ટ્રાફિક જામ; ઘોડાની રેસ અને 4 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા

અનંત સિંહની પુત્રીના ભવ્ય લગ્નમાં 10 કિમી સુધી ટ્રાફિક જામ; ઘોડાની રેસ અને 4 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બિહારમાં દબંગ નેતા તરીકે જાણિતા અનંત સિંહે પોતાની પુત્રીના લગ્ન પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે, આ વૈભવી લગ્નમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા કે ૧૦ કિમી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જ્યારે લગ્ન સ્થળની આસપાસ પાંચ કિમી સુધી ભારે ભીડ જોવા મળી હતી.

બિહારના મોકામાના ધારાસભ્ય અનંતસિંહની પુત્રીના લગ્ન દરમિયાન ઘોડાઓની રેસનું આયોજન કરાયું હતું સાથે જ ચાર લાખથી વધુ લોકોના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લગ્ન એક મનોરંજન કાર્યક્રમમાં ફેરવાઇ જતા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. પટનાના નદાવા ગામમાં લગ્ન અને ઘોડાઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

જાહેરાત

પુરા ગામની આસપાસ આશરે ૧૦ કિમી સુધી જામ થઇ ગયો હતો, ઘોડાની દોડ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ખુદ બિહાર વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારનો કાફલો ફસાયો હતો, જે જીતે તેને થાર કાર ઇનામમાં આપવાની જાહેરાત કરાઇ હતી. લોકો ટાર પર ચડીને આ સ્પર્ધા નિહાળી રહ્યા હતા, સમગ્ર વિસ્તાર મેળામાં ફેરવાઇ ગયો હતો. જોકે પ્રશાસન માટે આટલી ભીડ કાબુ કરવી ભારે પડી જતા અંતે આ સ્પર્ધાને રદ કરી દેવી પડી હતી. રાત્રે નવ વાગ્યા આસપાસ જાન અનંતસિંહના ઘરે પહોંચી હતી. અનંતસિંહે પોતાના થનારા જમાઇને ત્રણથી ચાર કરોડની કાર ભેટમાં આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ અનંતસિંહને જદ(યુ) દ્વારા પક્ષમાંથી કાઢી મુકાયા હતા. તેમની સામે અનેક કેસો ચાલી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત