Video: જર્મનીના બર્લિનમાં ગુજરાતના અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ'ને પ્રતિષ્ઠિત 'Red Dot: Best of the Best Award 2026’ એનાયત કરાયું

પ્રસિદ્ધ સ્મૃતિવન બાદ આ પ્રતિષ્ઠિત રેડ ડોટ સન્માન મેળવનાર ગુજરાતનું આ બીજું મ્યુઝિયમ બન્યું છે, સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે આ એવોર્ડ પ્રાપ્ત કરનાર તે ભારતનું સર્વપ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બનવાની ગૌરવવંતી સિદ્ધિ પોતાના નામે કરી છે. આ વૈશ્વિક સન્માનના માધ્યમથી ગુજરાતના સમૃદ્ધ વારસા, હજારો વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર તેમજ અત્યાધુનિક મ્યુઝિયમ ડિઝાઇનને આંતરરાષ્ટ્રીય ફલક પર એક નવી અને ભવ્ય ઓળખ પ્રાપ્ત થઈ છે.
જાહેરાત









