Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 0 rounds fired at gym trainer indiscriminately, death occurred in front of those exercising

VIDEO: જિમ ટ્રેનર પર આડેધડ 10 રાઉન્ડ ફાયરિંગ, કસરત કરનારાઓ સામે જ નીપજ્યું મોત, જુઓ CCTV

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: જિમ ટ્રેનર પર આડેધડ 10 રાઉન્ડ ફાયરિંગ, કસરત કરનારાઓ સામે જ નીપજ્યું મોત, જુઓ CCTV
સોર્સ : GSTV

Haryana Gym Trainer Murder : હરિયાણાના હિસાર શહેરમાં ધોળા દિવસે જિમ ટ્રેનર પર આડેધડ ગોળીબાર કરીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. હાંસી જિલ્લામાં બનેલી ઘટનામાં એક યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હોવાની માહિતી સામે આવી છે. આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આમાં એક બાઈક પર બે બદમાશો આવતા દેખાઈ રહ્યા છે, જેમાંથી એક બદમાશ બાઈક પરથી ઉતરીને જિમ ટ્રેનર પર ધડાધળ ફાયરિંગ કરતો અને આસપાસના લોકો નાસભાગ કરતા જોવા મળી રહ્યા છે.

App Store

25 વર્ષના યુવકની આડેધડ ગોળીમારી હત્યા

મૃતક યુવક 25 વર્ષનો અને તેનું નામ કપિલ હોવાનું સામે આવ્યું છે. તે જીંદ જિલ્લાના ડાલમવાલા ગામનો રહેવાસી હતો અને હાંસીના શાંતિ નિકેતન વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી રેડ જિમનું સંચાલન કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તેણે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની હાલ પોતાના પરિવાર સાથે રહે છે.

વર્કઆઉટ વખતે પીઠ પર કર્યો ગોળીબાર

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ટ્રેનર કપિલ જિમની બહાર કેટલાક યુવાઓને વોર્મઅપ કરાવી રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર માસ્ક પહેરીને બે હુમલાખોર અચાનક જિમ સામે આવ્યા હતા, તેમાંથી એક હુમલાખોરે કપિલને નિશાન બનાવી તેની પીઠ પર તાબડતોબ ગોળીબાર શરૂ કર્યો હતો.

યુવતીને ખભા અને પગમાં ગોળી વાગી

પોલીસે કહ્યું કે, હુમલાખોરે કપિલના માથા અને પીઠ પર ગોળીઓ મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન પ્રેક્ટિસ કરી રહેલી શિખા નામની યુવતીને ખભા અને પગમાં ગોળી વાગી હતી. યુવતીને હિસારની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

હુમલાખોરે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, હુમલાખોર જિમ ટ્રેનરની ખૂબ નજીક આવી ગયો હતો અને તેણે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ધડાધડ ગોળીબાર શરૂ થતા આસપાસ દોડધામ મચી ગઈ હતી. ત્યાં પ્રેક્ટિસ કરી રહેલા લોકોએ આમ-તેમ ભાગવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળ પરથી 10 રાઉન્ડના ખાલી કારતૂસ મળી આવ્યા હતા. ડીએસપી વિનોદ શંકરે કહ્યું કે, અમે હુમલાખોરોને પકડવા માટે અનેક ટીમોને દોડતી કરી દીધી છે. પોલીસની ટીમ સીસીટીવી ફુટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.