Video: મહેસાણાના પળી ગામમાં કૂવામાં ડૂબી જવાથી યુવકનું મોત

મહેસાણા જિલ્લાના પળી ગામમાં ખેતરના કૂવામાં ડૂબી જવાથી એક યુવકનું કરૂણ મોત નીપજવાની ઘટના સામે આવી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, રાજપૂત અભેસિંહ નામના ૨૩ વર્ષીય યુવકનો કૂવામાં ડૂબી જવાથી અચાનક મોત થયું હતું, જેના પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ફાયર ટીમે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પરિવારજનોને સુપરત કર્યો છે, જ્યારે યુવાન વયના દીકરાના આકસ્મિક મૃત્યુથી પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.






