મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમરેલીના સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર લીકેજ થતા યુવક દાઝ્યો

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી રોડ વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાથી ભીષણ આગ ફાટી નીકળવાની ગંભીર ઘટના બની છે. રહેણાંક મકાનના રસોડામાં નવો ગેસ સિલિન્ડર બદલાવ્યા બાદ ચૂલો ચાલુ કરવા જતા અચાનક આગ લાગી હતી. રેગ્યુલેટર પાસે ગેસ લીકેજ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે. આ અકસ્માતમાં હીરાકામ કરતા ત્રીસ વર્ષીય કિશનભાઈ મકવાણા છાતી, હાથ, પીઠ અને મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને પ્રથમ સાવરકુંડલા અને બાદમાં અમરેલી તથા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ એજન્સી સંચાલક સિલિન્ડર અને ચૂલો ઘરેથી લઈ ગયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો