Ahmedabad news: IRCTCનો એજન્ટ હોવાનું કહી નકલી રેલવે ટિકિટ પધરાવતો યુવક પકડાયો, RPFએ શરૂ કરી તપાસ
અમદાવાદ RPFએ રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરો સાથે છેતરપિંડી કરતા એક યુવકની ધર

અમદાવાદ RPFએ રેલવેની નકલી ટિકિટ બનાવી મુસાફરો સાથે છેતરપિંડી કરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી ઉપેન્દ્ર દ્વિવેદી પોતાની જાતને IRCTCનો એજન્ટ ગણાવી છેલ્લા ૩ વર્ષમાં 500થી વધુ નકલી ટિકિટો પધરાવી ચૂક્યો છે. સુરત, અમદાવાદ અને વડોદરા જેવા મોટા સ્ટેશનો પર સક્રિય આ શખ્સ નકલી આઈ-કાર્ડ બતાવી લોકોને શિકાર બનાવતો હતો. હાલ RPFએ આરોપીને GRPને સોંપી આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.




