Video: અમરેલીના સાવરકુંડલામાં પીળા પતંગિયા ભવ્ય શરદોત્સવ યોજાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન માટે 'પીળા પતંગિયા' ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળાની પ્રેરણાથી યોજાયેલા આ શરદોત્સવમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. આ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવના સાક્ષી બનવા માટે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનક સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના દિગ્ગજ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્ય દરમિયાન મંત્રી કૌશિક વેકરીયા અને ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના તમામ અગ્રણીઓ પણ ગરબે ઘૂમીને ઉત્સાહભેર જોડાયા હતા, જેથી સમગ્ર વાતાવરણ અદ્ભુત અને ઉત્સાહવર્ધક બની ગયું હતું.








