પંચમહાલમાં પાણી માટે વલખાં મારતી 92 ગામની મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરીએ
કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ લોકો પાણી જેવી સામાન્ય સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા

કહેવાતા વિકસિત ગુજરાતમાં આજે પણ લોકો પાણી જેવી સામાન્ય સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. એવામાં પંચમહાલમાં શહેરા તાલુકાની 92 ગામની મહિલાઓ પંચમહાલ જિલ્લા કલેકટરે કચેરી ખાતે પહોંચી છે. નલ સે જલ યોજનામાં પાણી નહીં મળતા મહિલાઓ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચી છે.
કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પીળા પીપળાના કારણે ૮૦% કામ પૂર્ણ બતાવી કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવવામાં આવ્યા તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની સીઝનની શરૂઆત થવા જઈ રહી છે અને પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાના સંભાવના સેવાઈ રહી છે. એવામાં નલ સે જલ યોજનામાં શહેરા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મહિલાઓએ આક્ષેપ લગાવ્યો છે. ઉનાળાની ભયંકર ગરમીની શરૂઆત થાય તે પહેલાં 92 શહેરા તાલુકાની ગામની મહિલા દ્વારા, નલ સે જલ યોજનામાં પાણી મળી રહે તે માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.




