મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, પ્રસુતિ બાદ મહિલાને તૂટેલા બેડ પર રાખવામાં આવી

ભાવનગરમાંથી પ્રસુતિ ગૃહ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાઓને પ્રસુતિ બાદ તૂટેલા બેડ પર રાખવામાં આવ્ય

ભાવનગરમાં તંત્રની ઘોર બેદરકારી, પ્રસુતિ બાદ મહિલાને તૂટેલા બેડ પર રાખવામાં આવી

ભાવનગરમાંથી પ્રસુતિ ગૃહ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મહિલાઓને પ્રસુતિ બાદ તૂટેલા બેડ પર રાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મહિલાને પ્રસુતિમાં સિઝેરિયન ઓપરેશન કર્યા બાદ તૂટેલા બેડ પર રાખ્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાને વહેલી સવારના ડીલેવરી માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જ્યાં સિઝેરિયન કર્યા બાદ મહિલાને બાળકનો જન્મ થયો હતો અને બાળકના જન્મ થયા બાદ સીતાબા પ્રસુતિ ગૃહમાં લાવવામાં આવ્યું હતું. અને ત્યાં મહિલાને તૂટેલા બેડ પર સુવડાવી દેવામાં આવી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા તૂટેલા બેડને લઈને તેના સ્ટાફને બેડ બદલાવાનું કહેતા પરિવારજનો સાથે ગેરવર્તન કર્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પાલીતાણા સરકારી હોસ્પિટલની વ્યવસ્થા કથળી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો