મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા ડેમમાં પાણીની આવક: સપાટી ૧૨૬.૭૫ મીટર પર પહોંચી, ડેમ ૬૫% ભરાયો

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા જળસપાટીમાં વધારો નોંધાયો છે. ડેમન

તસવીર: GSTV

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા જળસપાટીમાં વધારો નોંધાયો છે. ડેમની સપાટી 126.75 મીટરે પહોંચી છે, જ્યારે ડેમમાં 65.30 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં અંદાજે 12થી 15 સેન્ટિમીટરનો વધારો થયો છે. હાલ ડેમમાં 33 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નદીમાં અને કેનાલમાં પણ નિયંત્રિત પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેમાં નાંદોદ અને ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેમ તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો