Video: નવસારીના રાસલોકમાં હોબાળો, યુવક સામે ગુનો

નવસારીના પ્રખ્યાત રાસલોક ગરબા મહોત્સવમાં એક યુવક ગરબા રમતો ઝડપાતાં હોબાળો મચ્યો હતો. આ મામલે પોલીસે મોડી રાત્રે બે વાગ્યે મોહસીન મકબૂલ ભટ્ટ નામના યુવક સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મોહસીન તેના ડૉક્ટર મિત્ર નિશિથ નાયક સાથે ગરબા રમવા આવ્યો હતો. સોશિયલ મીડિયા પર દુબઈમાં ગરબા રમતો હોવાની પોસ્ટ મૂકનાર યુવકનું સ્થળ રાસલોક ગરબા ગ્રાઉન્ડ હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક યુવક લક્ષિતકુમાર સેનની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઘટનાને પગલે ગરબા મહોત્સવના આયોજકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊઠ્યા છે.




