મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Chhota Udaipur / પંચાયત અને માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ; નસવાડીના સીતાવાડી ફળિયામાં રસ્તા મુદ્દે ગ્રામજનોમાં રોષ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબ્બા ગામમાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબ્બા ગામમાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના સીતાવાડી ફળિયામાં કાચા રસ્તાના નિરીક્ષણ માટે પહોંચેલા પંચાયત માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોને ગ્રામજનોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાના અભાવે હેરાન થતા રહીશોએ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

જ્યારે ગ્રામજનોએ પાકા રસ્તા માટે અધિકારીઓને ઘેર્યા, ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા ફળિયાઓને જોડતા રસ્તા માટે જે દરખાસ્ત મોકલવામાં આવી છે, તેમાં સીતાવાડી ફળિયાના રસ્તાનો ક્યાંય ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. આ જવાબ સાંભળીને ગ્રામજનોમાં વધુ રોષ ફેલાયો હતો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશો અને પંચાયત માર્ગ-મકાન વિભાગ વચ્ચે સંકલનનો મોટો અભાવ છે. એક તરફ ગ્રામજનો પ્રાથમિક સુવિધા માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પંચાયત અને સરકારી વિભાગો વચ્ચેની ખેંચતાણ કે બેદરકારીને કારણે સીતાવાડી ફળિયાનો વિકાસ રુંધાયો હોય તેવું લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો