VIDEO:અમરેલીમાં ચૈતર વસાવાના સમર્થનમાં લાઠીમાં આપનો આક્રોશ
અમરેલીના લાઠી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ રેલી

અમરેલીના લાઠી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠી અને બાબરાના મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો આ રેલીમાં જોડાયા હતા. લાઠીની મુખ્ય બજારમાં નીકળેલી આ રેલી દરમિયાન આપ કાર્યકરોએ "તાનાશાહી બંધ કરો" અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.આપ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર રાજકીય દ્વેષ રાખીને ચૈતર વસાવાને ખોટા કેસોમાં ફસાવી રહી છે. સરકારની આ દમનકારી નીતિ સામે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આ લડત વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.




