મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી સબ જેલમાં ચેકીંગ દરમિયાન બે મોબાઈલ મળી આવતા ખળભળાટ

મોરબી સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ તંત્રની સુરક્ષા સામે સવાલો ઉ

મોરબી સબ જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ તંત્રની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. રાજકોટ ઝોન જેલ ડીઆઈજી કચેરી દ્વારા જેલમાં હાથ ધરવામાં આવેલા ઓચિંતા ચેકીંગ દરમિયાન બે કીપેડ વાળા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. નોંધપાત્ર છે કે આ બંને ફોન સીમ કાર્ડ વગરના હતા.આ ઘટના બાદ જેલ સત્તાવાળાઓ દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેલ જેવી સુરક્ષિત જગ્યાએ મોબાઈલ કેવી રીતે પહોંચ્યા અને તેનો ઉપયોગ કોણ કરતું હતું, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો