મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, યુવાન પર 5 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેવ

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના રૈયાધાર ડ્રીમ સિટી પાસે ગત રાત્રે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભાવેશ વાણવી નામના યુવાન પર પાંચ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. યુવાન પર હુમલો કરનારની ઓળખ  સાગર મેરા જોગરાણા,હમીર મેરા જોગરાણા,રવિ મેરા જોગરાણા,ગોપાલ મેરા જોગરાણા અને લાલો ઘૂઘા સભાંડ તરીકે થઈ છે.

 ડીસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

સમગ્ર મામલાની જાણ થતાં જ ડીસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હુમલો કરનાર શખ્સો ભાવેશને ઉઠાવી જઈ રસ્તામાં ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો