મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડૂતોનાં આંદોલનનો આજે સાતમો દિવસ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આજે સાતમો દિવસ છે. ખેડૂતોની વિવિધ માંગણીઓને

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આજે સાતમો દિવસ છે. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે મોરબીના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. જોકે, સ્થળ પર મીડિયાકર્મીઓની હાજરી વચ્ચે અધિકારીઓ તાત્કાલિક રવાના થતાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે કે ખેડૂતોને સમજાવવા માટે આવેલા અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. નાયબ કલેક્ટર પ્રવિણસિંહ જેતાવત અને ડીવાયએસપીની મુલાકાત બાદ પણ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છે.  

આ સમાચાર શેર કરો