VIDEO: સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી

સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા સંદેશાની ગંભીરતાને ધ્યાને લઈ કચેરી ખાતે તાત્કાલિક કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી પોલીસ ફોર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પાલિકાના તમામ વિભાગો, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિસ્તાર પોલીસના કડક કંટ્રોલમાં છે અને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગેલી છે.




