Video: Valsad ના દરિયાકાંઠે શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું, તપાસ એજન્સીઓ સતર્ક
વલસાડમાં દરિયા કિનારાના વિસ્તારોમાં કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે.
વલસાડમાં દરિયા કિનારાના વિસ્તારોમાં કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે. મંગળવારે વલસાડ જિલ્લાના તિથલ બીચ પર એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું, જેનાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું. આ કન્ટેનરને જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. વલસાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર કન્ટેનર અણધારી રીતે દરિયાકાંઠે તણાઈ આવ્યું હતું. તેમાં કોઈ જોખમી વસ્તુઓ પણ હોઈ શકે છે. આથી તરત જ પોલીસને કોલ કર્યો.આ ઘટના બાદ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગયી છે.




