VIDEO: સુરેન્દ્રનગર: દૂષિત પાણીથી પરેશાન લોકોએ નગરપાલિકામાં નાખ્યા ધામા
સુરેન્દ્રનગરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા ૩ મહિનાથી પીવાનું શુદ્

સુરેન્દ્રનગરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા ૩ મહિનાથી પીવાનું શુદ્ધ પાણી ન મળવાને કારણે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે મોરચો માંડી ધામા નાખ્યા છે. વિસ્તારના 50થી વધુ પરિવારોનો આક્ષેપ છે કે, પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવી રહ્યું છે, જેના કારણે મજબૂરીમાં દૂષિત પાણી પીવાથી વિસ્તારમાં કોલેરા સહિતના જીવલેણ રોગોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકો મોંઘા ભાવનું પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ આ ગંભીર સમસ્યા અંગે ત્વરિત ફિલ્ટરયુક્ત ચોખ્ખું પાણી પૂરું પાડવાની ઉગ્ર માંગ સાથે પાલિકાના સત્તાધીશોને રૂબરૂ મળીને રજૂઆત કરી છે.




