VIDEO: વસોમાં ગેરકાયદેસર ફટાકડા કારખાના પર એસઓજીની રેડ
ખેડા જિલ્લાના વસોમાં મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે નડિયાદ SOG દ્વારા મોટી કાર્યવાહી

ખેડા જિલ્લાના વસોમાં મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે નડિયાદ SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOGની ટીમે વસોમાં ચાલતા ગેરકાયદેસર ફટાકડા બનાવવાના કારખાના પર ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન એક કારખાનું અને ત્રણ ગોડાઉન મળી આવ્યા હતા, જ્યાં કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું.આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા મુખ્ય આરોપી જાવેદ શેખને પોલીસે રાઉન્ડઅપ કરીને કડક પૂછપરછ શરૂ કરી છે. હાલ સ્થળ પરથી મળેલા ફટાકડાના જથ્થાની ગણતરી ચાલી રહી છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ જોખમી માલ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો.




