VIDEO: ભોપાલમાં ફટાકડાના ગોદામમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
સોર્સ : GSTV
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક ફટાકડાના ગોદામમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોદામમાં મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે એક પછી એક તીવ્ર ધડાકાઓ થવા લાગ્યા હતા, જેના લીધે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આસપાસના રહેણાંક વિસ્તારોને સુરક્ષાના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરીને કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

