મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામમાં તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલ, જાણો શું છે સમગ્ર મામલો

સુર

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના રિપેરિંગ કામમાં તંત્રની મજબૂરી છે કે કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત છે,  તેવા ગંભીર સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા અચાનક જ ઢાંકી પંપિંગ સ્ટેશનથી ધોળીધજા ડેમ સુધીની મુખ્ય કેનાલનું રિપેરિંગ કામ અધૂરું મૂકીને, કોન્ટ્રાક્ટરોના મશીનો બહાર કાઢી પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે. જર્જરિત કેનાલનું યોગ્ય રિપેરિંગ કર્યા વગર જ પાણી છોડાતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. રિપેરિંગના બહાને ગ્રાઉન્ડ લેવલ પર અધૂરા કામે કરોડો રૂપિયાના બિલો મંજૂર કરાવી સગેવગે કરાયા હોવાની શંકા સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટ એજન્સી અને અધિકારીઓની સાંઠગાંઠના કારણે ખેડૂતોના હિત સાથે ચેડાં થયા હોવાના આક્ષેપો સાથે, સ્થાનિક ખેડૂતોએ હવે આ કેનાલનું વ્યવસ્થિત અને સંપૂર્ણ રિપેરિંગ કામ કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો