VIDEO: મુંન્દ્રામાં લૂંટનો સનસનીખેજ પ્રયાસ: રૂદ્રાક્ષ જ્વેલર્સમાં 3 રાઉન્ડ ફાયરિંગ, હિંમતબાજ દુકાનદારે 1 આરોપીને દબોચ્યો
VIDEO: મુન્દ્રા તાલુકાના બારોઈ રો


VIDEO: મુન્દ્રા તાલુકાના બારોઈ રોડ પર આવેલ રૂદ્રાક્ષ જ્વેલર્સમાં સોનાની દુકાનમાં લૂંટ કરવાના ઇરાદા સાથે ચાર અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની આરોપીઓએ પૂર્વ આયોજન મુજબ દુકાનમાં પ્રવેશ કર્યો અને લૂંટની તૈયારી કરી હતી.
આ દરમિયાન દુકાનદારે હિંમત દાખવીને એક આરોપીને પકડી પાડ્યો હતો. પોતાનો સાથી ઝડપાઈ જતા અન્ય ત્રણ આરોપીઓએ દુકાનમાં ભય ફેલાવવા માટે ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. ગોળીબારથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મુન્દ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પકડાયેલા આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. ફરાર થયેલા ત્રણ આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે.


