મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાઃ ઈડરમાં પ્રેમી યુગલનું અપહરણ કરી તાલીબાની સજા અપાઈ

સાબરકાંઠાના ઈડરમાંથી એક પ્રેમી યુગલનું ખાનગી હોસ્પિટલમાંથી ચપ્પુની અણીએ સાત લોકો દ્વાર

સાબરકાંઠાના ઈડરમાંથી એક પ્રેમી યુગલનું ખાનગી હોસ્પિટલમાંથી ચપ્પુની અણીએ સાત લોકો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણકારો આ યુગલને વડગામ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં યુવકને દોરડાથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના માથાના વાળ ઉતારીને ટાલ કરી દેવાઈ હતી. એટલું જ નહીં, યુવકને નપુંસક બનાવવાના બદઈરાદાથી કેળના મૂળનો રસ હોવાનું કહીને બળજબરીપૂર્વક કોઈ પ્રવાહી પીવડાવવામાં આવ્યું હતું. પોતાના જ સમાજમાં મૈત્રી કરાર કરનાર આ યુવક પર નવ લોકોએ અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પીડિત યુવકે સાબરકાંઠા એસપી અને ઈડર પોલીસને લેખિત ફરિયાદ આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો