મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં વરસાદને લીધે રાવણ દહન કાર્યક્રમ મોકૂફ, શુક્રવારે ફરીથી યોજાશે

VIDEO: વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આજ

VIDEO: વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આજે દશેરાનું પર્વ હોવાથી સાંજના સમયે રાવણ દહન કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ વરસાદને લીધે રાવણ દહન હવે શુક્રવારે યોજવામાં આવશે. વડોદરા શહેરમાં આવેલા પોલો મેદાનમાં રાવણ દહન હતો પરંતુ વરસાદ અને ભારે પવનને લીધે આ કાર્યક્રમ મોકૂફ રાખીને આવતીકાલે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દર વર્ષે દશેરાના દિવસે પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે હજારોની માનવ મેદનીમાં રાવન દહનનો કાર્યક્રમ યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ સવારથી ચાલુ હોવાથી રામલીલા મેદાન સમિતિએ નિર્ણય લીધો હતો. પોલો મેદાન બહાર કીચડ હોવાથી રામલીલામાં ભાગ લેતા કલાકારો પણ વરસાદને લીધે મુશ્કેલી અનુભવતા હતો.

આ સમાચાર શેર કરો