VIDEO: રાજકોટ વોર્ડ-૫: હેતુફેરની માંગ ફગાવી, ૫૭૬ આવાસો બનાવવાનો માર્ગ સાફ
રાજકોટના વોર્ડ નંબર 5માં કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નંબર ૭

રાજકોટના વોર્ડ નંબર 5માં કટારિયા ચોકડી પાસે ટીપી સ્કીમ નંબર ૭૫(A) હેઠળ ૫૭૬ આવાસો બનાવવાની કામગીરી હવે ઝડપથી આગળ વધશે. અગાઉ આ જમીન પર હેતુફેરની માંગ સાથે કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ આ દરખાસ્તને સ્પષ્ટપણે ફગાવી દીધી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે હેતુફેરની કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બીજી તરફ, આ આવાસ યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે, જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. હવે નેતાઓના કિંમતી પ્લોટની બાજુમાં જ ગરીબો માટેના આ આવાસ ક્વાર્ટર્સનું નિર્માણ થશે.


