મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓનો આક્રોશ

સુરેન્દ્રનગરના ખારાઘોડા-દેગામ વિસ્તારમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ૫ હજાર એકર જમીન પ્રજ્ઞનાભ બ્રોકેમ એલ

સુરેન્દ્રનગરના ખારાઘોડા-દેગામ વિસ્તારમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ૫ હજાર એકર જમીન પ્રજ્ઞનાભ બ્રોકેમ એલએલપીને સોલાર અને કેમિકલ પ્રોજેક્ટ માટે ફાળવવાના નિર્ણય સામે અગરિયાઓએ આંદોલન છેડ્યું છે. પ્રોજેક્ટ માટે બાંધવામાં આવેલા ઊંચા પાળાથી અગરિયાઓના પરંપરાગત રસ્તા અને પાણીના વહેણ અવરોધાતા ૪૦૦થી વધુ પરિવારોની રોજીરોટી જોખમાઈ છે. ઉપરાંત ઘુડખર અભ્યારણની જમીન ભાડે અપાતા રોષે ભરાયેલા ૫૦૦થી વધુ અગરિયાઓએ પાટડી પ્રાંત કચેરીનો ઘેરાવ કરી ભાડે આપેલી જમીન તાત્કાલિક પરત ખેંચવાની માંગ સાથે ન્યાયની ગુહાર લગાવી છે.

આ સમાચાર શેર કરો