VIDEO: રાજકોટ: ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 2900 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય સામગ્રીનું વેચ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય સામગ્રીનું વેચાણ કરનારાઓ સામે દારોડાની કડક કામગીરી સતત યથાવત રાખવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ છેલ્લા 6 દિવસ દરમિયાન 400થી વધુ ખાણીપીણીની પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અંદાજે 2900 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો ઝડપાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્યના નિયમોનો સરેઆમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી 3.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે હાઇજીનની શરતો ન જાળવનારી 131 પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારી 4 દુકાનોને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી દેવાઈ છે, તેમજ આગામી દિવસોમાં હવે મીઠાઈ, ડેરી અને બેકરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ પર તવાઈ બોલાવવાની ખુલ્લી ચીમકી પણ આપવામાં આવી છે.




