મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ હિટ એન્ડ રન: મવડી ચોકડી પાસે દંપતી અને બાળકીને અડફેટે લઈ ચાલક ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

VIDEO: રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામ

તસવીર: GSTV

VIDEO: રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ ગતિએ આવતા થાર (Thar) ગાડીના ચાલકે નિર્દોષ દંપતી અને તેમની માસૂમ બાળકીને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ગાડીની સ્પીડ જોઈને રુંવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ઘટનાની વિગતો 
મળતી માહિતી મુજબ, એક દંપતી પોતાની બાળકી સાથે સ્કૂટર પર મવડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા થાર ચાલકે સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે દંપતી અને બાળકી રોડ પર ફંગોળાયા હતા. માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જનાર થાર ચાલક ઉભો રહેવાને બદલે ગાડી ભગાવી ફરાર થઈ ગયો હતો.

હોસ્પિટલમાં સારવાર
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દંપતી તેમજ બાળકીને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને આધુનિક ટેક્નોલૉજીની મદદથી ફરાર થાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતા જતા બેફામ વાહન ચાલકોના આતંકને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો