VIDEO: કોર્પોરેશનની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી
સુરત શહેરમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ઉધના ઝોનની ઓફ

સુરત શહેરમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ઉધના ઝોનની ઓફિસથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલા ખટોદરા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ માર્ગ પર પાણી એટલી હદે ભરાયા છે કે વાહનો અડધા ડૂબી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રસ્તા પરના પાણી હવે આજુબાજુની દુકાનોમાં પણ ઘૂસી ગયા છે, જેથી સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રોજગાર અને કામધંધા અર્થે અવરજવર કરતા સામાન્ય નાગરિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. પાલિકાના હજારો રૂપિયાના ખર્ચે કરાયેલા પ્રિ-મોન્સૂન દાવાઓ તદ્દન પોકળ સાબિત થતાં સ્થાનિક જનતામાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.




