Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Amazing faith that inspires youth, 116-year-old grandmother climbs 3550 stairs unaided to visit Tirupati Balaji

VIDEO: યુવાનોને હંફાવે તેવી અદભુત શ્રદ્ધા, 116 વર્ષના દાદીએ કોઈ પણ સહારા વગર 3550 સીડીઓ ચઢી તિરુપતિ બાલાજીના દર્શન કર્યા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રદ્ધા અને આસ્થા માણસ પાસે શું ન કરાવી શકે! આનું જીવંત અને અદભુત ઉદાહરણ આંધ્રપ્રદેશના તિરુમાલામાં જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં 116 વર્ષના એક વયોવૃદ્ધ માજી તિરુમાલાના ડુંગર પર બનેલી લાંબી અને અત્યંત કઠિન સીડીઓ પગપાળા ચઢતા જોવા મળી રહ્યા છે. તેમની ઉંમર જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે, કારણ કે જે રસ્તા પર હટ્ટાકટ્ટા યુવાનો પણ થાકીને બેસી જાય છે, તે રસ્તો તેમણે પોતાના મજબૂત મનોબળના જોરે પાર કરી લીધો. 

App Store

તિરુમાલા ડુંગરનો આ વીડિયો સામે આવ્યા બાદ હજારો લોકો તેમને પ્રેરણાની મિસાલ ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે; જો મનમાં વિશ્વાસ અને હિંમત હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી હોતું.

કર્ણાટકથી પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા

મળતી માહિતી મુજબ, આ વયોવૃદ્ધ માજી પોતાના પરિવાર સાથે કર્ણાટકથી તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર (બાલાજી) ના દર્શન કરવા આવ્યા હતા. પરિવાર સામે સૌથી મોટો સવાલ એ જ હતો કે આટલી મોટી ઉંમરે તેઓ ડુંગરની ટોચ સુધી કેવી રીતે પહોંચશે? પરંતુ માજીએ વાહન કે ડોલીનો સહારો લેવાને બદલે પગપાળા જ ચઢવાની જીદ પકડી. પરિવારે પણ તેમનો ઉત્સાહ વધાર્યો અને આખા રસ્તે તેમનો હાથ પકડીને સાથે ચાલતા રહ્યા. આ દરમિયાન ત્યાં હાજર એક ભક્તે આ અદભુત સફરનો વીડિયો રેકોર્ડ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચી ગયો છે.

3550 સીડીઓ... છતાં ન હાર્યા હિંમત

તિરુમાલા પહોંચવાનો 'અલીપીરી માર્ગ' દેશના સૌથી કઠિન ધાર્મિક ટ્રેકિંગ રૂટ્સમાં ગણાય છે. આશરે 11 કિલોમીટર લાંબા આ રસ્તામાં લગભગ 3550 સીડીઓ ચઢવી પડે છે. આ માર્ગ શેષાચલમની પહાડીઓમાંથી પસાર થાય છે જ્યાં સતત સીધા ચઢાણ હોવાથી સામાન્ય લોકો પણ વચ્ચે-વચ્ચે આરામ કરીને ઉપર પહોંચે છે.

આવા કઠિન રસ્તે 116 વર્ષના દાદીમાની આ આસ્થાની સફર લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. વીડિયોમાં તેઓ ધીમે-ધીમે કદમ વધારતા દેખાય છે. પરિવારના સભ્યો સતત તેમનો સહારો બને છે, પરંતુ તેમના ચહેરા પર ક્યાંય થાક કે હાર દેખાતી નથી.

ભક્તિ જ બની સૌથી મોટી શક્તિ

વીડિયો જોનારા લોકોનું કહેવું છે કે, આ માત્ર શારીરિક શક્તિની વાત નથી, પરંતુ આ આસ્થા અને શ્રદ્ધાની શક્તિ છે. વૃદ્ધ માજી દરેક સીડીને પૂરી શાંતિ અને ધૈર્ય સાથે પાર કરતા જોવા મળે છે. તેમની ચાલ ભલે ધીમી હોય, પણ તેમનો આત્મવિશ્વાસ દરેક વ્યક્તિને પ્રેરણા આપી રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે ભગવાનમાં અતૂટ આસ્થા જ તેમને આ ઉંમરે આટલી મોટી યાત્રા પૂરી કરવાની શક્તિ આપી રહી છે.

દર્શન પહેલા જ બની ગયા પ્રેરણારૂપ
તિરુમાલા આવતા અન્ય ભક્તો પણ આ માજીની હિંમતના મુક્તકંઠે વખાણ કરી રહ્યા હતા. રસ્તામાં ઘણા લોકો તેમને જોઈને રોકાઈ જતા, કેટલાક તેમનો ઉત્સાહ વધારતા તો કેટલાક હાથ જોડીને તેમને નમન કરતા હતા. મંદિર પ્રશાસન અને સ્થાનિક લોકોનું પણ માનવું છે કે માજીની આ સફર માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ માનવીય ઈચ્છાશક્તિની એક મહાન મિસાલ છે, જે સાબિત કરે છે કે જો મન મજબૂત હોય તો ગમે તેવો મુશ્કેલ રસ્તો પણ ટૂંકો પડી જાય છે.