મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 10 કિલોથી વધુ ગાંજા સાથે યાત્રી ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને 10 કિલોથી વધુ ગાંજા સાથે એક યાત્રીની ધરપકડ કરી છે

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને 10 કિલોથી વધુ ગાંજા સાથે એક યાત્રીની ધરપકડ કરી છે. બેંગકોકથી આવેલા આ યાત્રી પર શંકા જતાં તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્નિફર ડોગની મદદથી તપાસ દરમિયાન ટ્રોલી બેગમાંથી પાંચ સિલ્વર રંગની પોલિથીન બેગમાં છુપાવેલો મારિજુઆના મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગે ગાંજો જપ્ત કરીને યાત્રીની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ગાંજા સાથે ઝડપાયેલો યાત્રી જૂનાગઢ જિલ્લાના માંગરોળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો