VIDEO: સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જ બોરનું અશુદ્ધ પાણી પીવા મજબૂર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 'દિવા તળે અંધાર
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 'દિવા તળે અંધારું' હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જ બોરનું અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં જ ફરજ બજાવતા એક કર્મચારીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ બોરનું પાણી પીવાના કારણે કર્મચારીઓ બીમાર પડી રહ્યા છે.આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કચેરીમાં નવો નાખવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ ખામીયુક્ત હોવાથી બંધ પડ્યો છે.