મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મુન્દ્રા એરપોર્ટ પરથી વ્યાવસાયિક વિમાન સેવાઓનો સત્તાવાર પ્રારંભ

કચ્છના ઔદ્યોગિક હબ એવા મુન્દ્રા એરપોર્ટ પરથી આજથી, ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે

કચ્છના ઔદ્યોગિક હબ એવા મુન્દ્રા એરપોર્ટ પરથી આજથી, ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે વ્યાવસાયિક વિમાન સેવાઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અદાણી ગ્રુપના ખાનગી ઉપયોગ પૂરતું મર્યાદિત રહેલું આ એરપોર્ટ હવે સામાન્ય નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે જે કચ્છના પ્રવાસન અને વેપાર-ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. સ્ટાર એર દ્વારા આ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જે મુન્દ્રાને મુંબઈ અને હિંડન જેવા મુખ્ય શહેરો સાથે સીધી ફ્લાઈટ્સ દ્વારા જોડશે. આ ઉપરાંત કનેક્ટિંગ ફ્લાઈટ્સ દ્વારા સુરત ગોવા બેંગલુરુ બેલગાવી અને નાંદેડ જેવા શહેરો સુધી પણ મુસાફરી કરી શકાશે. એરપોર્ટ પર ૧૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતું આધુનિક પેસેન્જર ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાને કારણે દેશભરના ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે કચ્છ પહોંચવું વધુ સરળ અને ઝડપી બનશે, જે પ્રદેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપશે.

આ સમાચાર શેર કરો