VIDEO: લોકસભામાં મહેસાણાનો ગુંજ્યો અવાજ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર સ્થાપવા સાંસદની કેન્દ્ર સરકારને રજૂઆત
VIDEO: મહેસાણાના સંસદસભ્ય હર

VIDEO: મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવે.
આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.






