VIDEO: પંચમહાલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. દિવસભરના

પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું હતું. હાલોલમાં અંદાજે 4 ઇંચ અને ગોધરામાં રાત્રે 2 વાગ્યાથી અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ગોધરાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ભુરાવાવ, બામરોલી રોડ સહિત અનેક આંતરિક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.




