VIDEO:હડાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર!
બનાસકાંઠાના હડાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખ

બનાસકાંઠાના હડાદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને આજે પડેલા સારા વરસાદથી મોટી રાહત મળી છે. હડાદ તાલુકાના અનેક ગામો ઉપરાંત યાત્રાધામ અંબાજીમાં પણ ધીમે ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મંડાલી ગામમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે વરસાદથી ખેતી માટે પણ અનુકૂળ માહોલ સર્જાયો છે.




