Video/ Surat ના અણુવ્રત દ્વાર પાસે આવેલી બિલ્ડીંગમાં ભીષણ આગ, ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાયા
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર નજીક આજે એક ભીષણ આગની ઘટના સામે આવી છ
સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર નજીક આજે એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અહીં સ્થિત 'એસ્ટેલિયા' બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડીંગમાં રહેલા લાકડાના વાસ (સ્ક્રેપ/મટીરીયલ)માં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના દ્રશ્યો કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ અલગ-અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા હાલ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


