મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડૂતોના મુદ્દે કીર્તિ પટેલ મેદાને, જીતુ વાઘાણીના કાર્યાલયે રજૂઆત

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચ

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ખેડૂતોના સમર્થનમાં આગળ આવી છે. કીર્તિ પટેલ આજે અચાનક ભાવનગર પહોંચી હતી અને પોતાના સમર્થકો સાથે કાળુભા રોડ સ્થિત કૃષિ મંત્રી જીતુ વાઘાણીના કાર્યાલયે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોને પૂરતું વળતર, ખેતી સંબંધિત સમસ્યાઓ અને ખેડૂતો પર થતા અન્યાય જેવા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. કીર્તિ પટેલે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું કે જો આ સમયગાળામાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મોટી સંખ્યામાં યુવાનો સાથે ફરીથી ખેડૂતોના હિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો