મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડાઃ મહેમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં પ્રૌઢનું મોત, પરિવારે હોબાળો કરી લગાવ્યા મારના આક્ષેપ!

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગા

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં ગઈકાલે બપોરે પોલીસે જુગારની રેડ પાડીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસ કાર્યવાહી બાદ 50 વર્ષીય પ્રૌઢ ગોવિંદભાઈ ચૌહાણનું મોત થતાં ભારે તણાવ અને હોબાળો સર્જાયો છે. પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ જામીનની પ્રક્રિયા પૂરી થયા બાદ ફિંગરપ્રિન્ટ લેવા જતી વખતે ગોવિંદભાઈને અચાનક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બીજી તરફ મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ ખાતે ઉમટેલા પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસે ગોવિંદભાઈને કસ્ટડીમાં ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવીને ન્યાયની માંગ સાથે ભારે ધમાલ મચાવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ખેડા ડીવાયએસપી કૃણાલ રાઠોડ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે મૃતક પ્રૌઢનું પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) કરાવવાની પ્રક્રિયા હાથ ધરીને જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

આ સમાચાર શેર કરો