VIDEO: કરશનબાપુ ભાદરકાની AAPને ખુલ્લી ચેલેન્જ
ખેડૂત આગેવાન કરશનબાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું કે જો તાકાત હોય તો અરવિંદ કે

ખેડૂત આગેવાન કરશનબાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું કે જો તાકાત હોય તો અરવિંદ કેજરીવાલ સહિત પક્ષનો કોઈપણ નેતા જાહેરમાં અથવા લાઈવ ડિબેટમાં આવે. તેમણે ખેડૂત, ખેતી, ગામડાં અને પરિશ્રમી વર્ગ માટે AAPએ શું કામ કર્યું છે તે મુદ્દે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો. કરશનબાપુએ આક્ષેપ કર્યો કે કિસાન અધિકાર યાત્રામાં મહત્વ ન મળતાં AAP હવાતિયા મારી રહી છે અને ખેડૂતોને ગુમરાહ કરીને રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના ખભે બંદૂક ફોડવાનું બંધ કરી ચેલેન્જ સ્વીકારવાની હિંમત AAPએ બતાવવી જોઈએ.



