VIDEO: ગેરકાયદેસર રેતી ચોરી પર તવાઈ, રૂ.1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જની ટીમે ઉપલેટાના પાનેલી ગામ પાસે ફુલઝર ડેમ કાંઠે ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝ

રાજકોટ રેન્જની ટીમે ઉપલેટાના પાનેલી ગામ પાસે ફુલઝર ડેમ કાંઠે ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI બી.સી.મીયાત્રા અને તેમની ટીમે સરકારી ખરાબામાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં રેતી ચોરી કરતા ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.પોલીસે ઘટનાસ્થળેથી ૧ જેસીબી, ૧ લોડર ટ્રેક્ટર, ૨ ડમ્પર અને ૨ આઇસર ટ્રેક્ટર મળી કુલ ૧.૧૫ કરોડની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જેમાં ૫૦ લાખના ગેરકાયદેસર રેતીના સ્ટોકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા ઈસમો અને જપ્ત કરાયેલા વાહનોને વધુ તપાસ માટે ભાયાવદર પોલીસ અને ખાણખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે




