મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:છોટાઉદેપુરમાં પ્રવેશોત્સવમાં બાળકોની પાંખી હાજરી પર આઈએફએસ અધિકારી નારાજ

છોટાઉદેપુરના તણખલા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ગાંધીન

છોટાઉદેપુરના તણખલા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ગાંધીનગરના IFS અધિકારી ગંગાશરણ શિંગે ધોરણ 7 અને 8 ના બાળકોની પાંખી હાજરી અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. રજિસ્ટર સંખ્યા કરતાં હાજર બાળકો ઓછા હોવાથી તેમણે શિક્ષકો અને SMC સભ્યોની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. અધિકારીના મતે, ગરીબી અને વાલીઓનું રોજગારી અર્થે થતું સ્થળાંતર આનું મુખ્ય કારણ હોઈ શકે છે.બીજી તરફ, આચાર્ય ગિરીશભાઈ વણકરે સ્વીકાર્યું કે આઠ કિલોમીટર દૂરથી આવતા બાળકોમાં વાલીઓની અજાગૃતતાને કારણે અનિયમિતતા રહે છે. તેમણે પોતાની ફરજ પૂરી કરી હોવા છતાં આ ખામી માટે પોતાની જાતને પણ દોષિત ગણાવી હતી.

આ સમાચાર શેર કરો